Dec 1, 2016

BSNL ટુંકમાં ધડાકો કરશેઃ જાન્યુઆરીથી લાઇફ ટાઇમ મફત વોઇસ કોલીંગ સુવિધા

રીલાયન્સ જીઓ સામે ટેલીકોમ મેદાને આ સૂવિધા ૪-જી ઉપરાંત ૩-જી અને ર-જી ગ્રાહકોને પણ મળશેઃ નવો ફ્રીડમ પ્લાનઃ રૂ.૧૩૬માં ર વર્ષ માટે લોકલ STD માત્ર રપ પૈસા...
BSNL ટુંકમાં ધડાકો કરશેઃ જાન્યુઆરીથી  લાઇફ ટાઇમ મફત વોઇસ કોલીંગ સુવિધા...
       
       
            નવી દિલ્હી તા. ૩૦ : રિલાયન્સ જીઓની ઓફર સામે હવે પરેશાન થવાની જરૂરત નથી      ,      કારણ કે ટેલીકોમ તંત્ર આજથી પણ વધુ મોટી અદ્દભુત ઓફર લઇને આવી રહી છે.
             બીએસએનએલ ટુંકસમયમાં જ લાઇફ ટાઇમ ફ્રી વોઇસ કોલીંગ સુવિધા પુરી પાડવા જઇ રહી છે.
            ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ડીસેમ્બરના અંતમાં બીએસએનએલ ઉપરોકત જબરદસ્ત સુવિધાનું એલાન કરી શકે છે      ,       આ સુવિધામાં બીએસએનએલ વાપરનારને મફત વોઇસ કોલીંગ ઉપરાંત મફત ડેટા પણ મળી રહી છે અને આ સુવિધા જાન્યુ-ર૦૧૭થી શરૂ થશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.
            ઉપરોકત જબરી સૂવિધાનો ફાયદો ૪-જી ઉપરાંત ર-જી-૩જીને મળી શકે છે.
            સાધનોએ ઉમેર્યુ હતું કે બીએસએનએલએ તાજેતરમાંજ ફ્રીડમ પ્લાન લોંચ કર્યો છે      ,      જેમાં ગ્રાહકે રૂ.૧૩૬માં ર વર્ષ માટે લોકલ-એસ.ટી.ડી. કોલ માટે મીનીટ દીઠ માત્ર રપ પૈસા દેવા પડશે. અને સાથોસાથ ૧ જી.બી ડેટા પણ મળશે.(૬.૭)

No comments:

Post a Comment