Mar 6, 2017

મોંઘવારી ભથ્થુ 2 ટકા વધારશે કેન્દ્ર સરકાર


કેન્દ્ર સરકાર પોતાના 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનધારકોને આ મહીનાની આખરમાં ખુશખબર આપશે. સરકાર મોંઘવારી ભથ્થુ(ડીએ)માં 2થી 4 ટકા સુધીની વૃદ્ધિની ઘોષણા કરશે. કર્મચારીઓને તેમની આવક પર મોંઘવારીને નાથવા માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત આપવામાં આવે છે. જો કે શ્રમિક સંગઠન આ પ્રસ્તાવિત વધારાથી ખુશ નથી. તેમનું કહેવું છે કે એનાથી તેમને મોંઘવારીથી લડવામાં મદદ નહિં મળે.
કેન્દ્રીય કર્મચારી સંઘના અધ્યક્ષ કેકેએન કુટ્ટીએ કહ્યું, કેન્દ્ર સરકારે 2 ટકા મોંઘવારી ભથ્થાની ફોર્મ્યુલા પર સહમતિ દર્શાવી હતી. જેને 1 જાન્યુઆરી 2017થી લાગૂ કરવામા આવશે. જો કે તેમણે આટલા ઓછા વધારા પર એમ કહેતા અસંતોષ પ્રગટ કર્યો કે ઔદ્યોગિક મજૂરો માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક(CPI-IW)હકીકતથી બહુ દૂર છે. CPI-IW મોંઘવારી ભથ્થુ વધારવા માટે સ્વીકૃત માપદંડ છે.
તેમણે કહ્યું કે લેબર બ્યૂરો અને કૃષિ મંત્રાલય તરફથી આંકવામાં આવેલી વસ્તુઓની કિંમતમાં વૃદ્ધિની માત્રામાં અંતર છે. તેમણે દાવો કર્યો છે કે લેબર બ્યૂરો તરફથી ઓછી ગુણવત્તાના મેળવવામાં આવેલા આંકડાને કારણે CPI-IW એક કાલ્પનિક સંખ્યા માત્ર છે. જે હકીકતથી બહુંજ દૂર છે. ડીએ (ડેઈલી એલાઉન્સિસ) વધારવા માટે 1લી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2017ની વચ્ચે સરેરાશ 4.95 ટકા CPI-IW હોવો જોઈએ. કારણકે સરકાર પાછલા વર્ષે જ 1 જુલાઈ 2016થી 2 ટકા મોંઘવારી ભથ્થુ વધારી ચૂકી છે તેનાથી ડીએમાં 2 ટકાનો વધું વધારો થશે.
સ્વીકાર્ય ફોર્મ્યુલા અનુસાર, કેન્દ્ર સરકાર 12 મહીનાની પોતાની મોંઘવારીની સરેરાશ કાઢીને ભથ્થામાં વૃદ્ધિ કરે છે. સરકાર મોંઘવારી ભથ્થાનો દર નક્કી કરવા માટે કિંમતમાં વૃદ્ધિના દરમાં દશાંશચિહ્ન પછીના આંકડાઓ પર વિચાર નથી કરતી. તેથી, જો મોંઘવારીનો દર 2.95 ટકા હોય તો સરકાર તેને 2 ટકા જ માને છે. ઉલ્લેખનિય છે કે સરકારી કર્મચારીઓને તેમના મૂળ વેતનની સાપેક્ષમાં મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે.


No comments:

Post a Comment