સાચી મિત્રતા
સિતાપૂર નામના નાનાકડા એવા ગામમાં નાનાકડી એવી નિશાળ. ચારેતરફ લીલોતરી, સ્વચ્છ હવા અને શાંતિનો અદભૂત આનંંદ. સોહમ અને રવિ બંને ખાસ મિત્રો. બંને મિત્રોને એકબીજા વગર ફાવે નહીં. બંને મિત્રો ગામની નિશાળે ભણવા જાય પણ સોહમ ભણવામાં હોશિયાર અને વિનમ્ર હતો જ્યારે રવિ ભણવામાં નબળો અને અનિયમિત. સોહમને તેના મિત્રની અભ્યાસ પ્રત્યેની અરૂચિને કારણે ખૂબ જ ચિતિંત રહેતો હતો. તેને પોતાના સ્નેહી મિત્રને ઘણી વાર સમજવવાનો પ્રયાસ કર્યો પણ રવિ સમજે નહિ. આથી રવિને સાચા રસ્તે લઇ જવા સોહમે એક યુક્તિ કરી.
સોહમ નિશાળે જવા નીકળ્યો. તે રવિના ઘરે ગયો અને રવિને કહ્યું કે, 'રવિ ચાલ નિશાળે ' પણ રવિએ નિશાળે જવા માટે ના પાડી. આથી સોહમે પણ રવિને કહ્યું કે 'જો તું નિશાળે નહીં આવે તો હું પણ નિશાળે નહી જાઉં'. હું હવે મારા ઘરે જાઉં છું.' રવિએ સોહમને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ સોહમ ન માન્યો. પરિણામે નછૂટ્કે રવિ સોહમ સાથે નિશાળે જવા તૈયાર થયો. જો રવિ નિશાળે ન જાય તો સોહમ પણ નિશાળે જતો નથી. આમ સોહમે રવિને નિશાળે નિયમિત જતો કર્યો.
સોહમ ભણવામાં હોશિયાર પણ રવિ તો તોફાની અને શિક્ષક ભણાવે ત્યારે પૂરતું ધ્યાન પણ ન રાખે.રવિ શાળામાં લેશન પણ લાવતો ના હતો. આથી શિક્ષક રવિને સજા કરે અને ઠપકો આપે. આ સોહમથી જોઇ શકાતું ન હતું, પણ રવિમાં કોઇ જાતનો ફેર પડતો ના હતો. આથી સોહમે પણ લેશન લાવવાનું બંધ કર્યુ. સોહમના આવા વર્તનથી શિક્ષક પણ અચંબામાં મુકાઇ ગયાં. હવે સોહમને પણ સજા થવા લાગી જે રવિથી સહન ન થયું. સોહમે રવિને કહ્યું, 'કે જ્યાર સુધી તું નિયમિત લેશન નહીં લાવે ત્યાં સુધી હું પણ લેશન નહી કરુંં'. મારુ ભણતર ભલે બગડે. સોહમની આ વાતથી રવિ વ્યાકુળ બની ગયો. હવે રવિ રજા પડે એટલે તરત જ સોહમને ઘરે પહોંચી જતો અને બંને લેશન કરતા. આમ સોહમે રવિને નિયમિત લેશન કરતો કરી દીધ્યો. હવે સોહમની સાથે રવિ પણ અભ્યાસમાં વધારેને વધારે ધ્યાન આપવા માંડ્યો. વર્ષના અંત સુધીમાં અને વાર્ષિક પરિણામ આવ્યું ત્યારે વર્ગમાં સોહમનો પહેલો અને રવિનો બીજો નંબર આવ્યો. પરિણામ જોતા શિક્ષકે સોહમને બીરદાવ્યો અને પોતાના મિત્રને સાચા રસ્તે લાવ્યા બદલ હર્ષની લાગણી અનુભવી. રવિની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
મિત્રોને તમને વાર્તા કેવી લાગી એ જરૂર કમેંટ કરી જણાવશો ...... વાર્તા વાંચન બદલ આપનો આભાર...
No comments:
Post a Comment