Aug 16, 2018

ચાલો આપણે જાણીએ BRICS શું છે ?

                                                 what is brics?
આજની માહિતી આપને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ જ ઉપયોગી બની રહશે .....  જો આપને મારી પોસ્ટ ગમે તો લાઈક કરો, શેર કરો અને હા કમેંટ કરવાનુંં મારા આ પ્રયાસ વિશે ન ભુલતા.

બ્રિક્સ શું છે ?

* બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકન દેશોનો સમૂહ એટલે બ્રિક્સ . આ દેશોના પ્રથમ અક્ષર સાથે બ્રિક્સ (BRICS) શબ્દ બનાવાયો છે. 
* પ્રારંભમાંં આ ચાર દેશ ( બ્રાઝિલ , રશિયા , ઈન્ડિયા, ચાઈના - BRIC )નું જૂથ હતુંં. BRIC શબ્દની પરિક્લ્પના વૈશ્વિક અર્થશાસ્ત્રી જિમ ઓ નીલ દ્વારા 2001માં રજૂ કરાઈ હતી. તેમણે જણાવ્યું કે, આ 4 દેશ નવા આર્થિક વિકાસના તબક્કે પહોંચી ગયા છે અને તેમને સ્વીકારવા જોઈએ. 

આ ચાર દેશ જ શા માટે ?

' ગોલ્ડમેન સાચ ' ના અર્થશાસ્ત્રી જિમ ઓ નીલે જણાવ્યું કે , બ્રાઝિલ , રશિયા , ઈન્ડિયા અને ચીનમાં એ ક્ષમતા રહેલી છે કે તેઓ વર્ષ 2050 સુધીમાં વિશ્વનાં ચાર મુખ્ય પ્રભાવશાળી અર્થતંત્રો બની જશે. આ દેશો વિશ્વની 25% જમીન , 40% વસ્તી ધરાવવાની સાથે તેમનો સંયુક્ત GDP 20 ટ્રિલિયન ડોલર છે. આ ચાર દેશ વિશ્વમાં સૌથી મોટા બજાર અને સૌથી ઝડપી વિકસતાં અર્થતંત્રો છે. વૈશ્વિક સ્તરે તેમનું અસ્તિત્વ સૌથી વિશાળ છે. 


બ્રિક્સની પ્રથમ બેઠક અને સ્થાપના 

2006 : UNની સામાન્ય સભાના 61માં સત્રમાં ચીન, બ્રાઝિલ, રશિયા અને ઈન્ડિયાના વિદેશમંત્રીઓની પ્રથમ બેઠક મળી .
2009 : રશિયાના યેકાતેરિનબર્ગમાં પ્રથમ બ્રિક્સ શિખર પરિષદનું આયોજન .
2010 : આધિકારિક રીતે 'BRIC'ની સ્થાપના વાર્ષિક બેઠકનો નિર્ણય. 
ડિસેમ્બર.2010 : તત્કાલીન પ્રમુખ ચીને દ.આફ્રિકાને જોડાવા આમંત્રણ આપ્યું અને 5 દેશોના જૂથ ' BRICS'નું નિર્માણ થયું.
2017 : ઝિયામેન , ચીન ( છેલ્લી સમિટ ) 

Source : Liberty Magazine 


Join My Facebook page and  Whatsapp group for my blog updates. I published the latest news. Technology news, education latest circular

No comments:

Post a Comment